વાવ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
તારીખ : ૧૬-૦૧-૨૦૨૩ના દિને વાવ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બપોર પછીના સેશનમાં યોજવામાં આવ્યો હતો.
શાળાનાં તમામ બાળકો ઘરેથી ઘણાં બધાં પતંગો લઈને શાળામાં આવ્યા હતા. સવારથી જ નાના બાળકોને ક્યારે પતંગ ચગાવવા મળશે તેની અધીરાઈથી રાહ જોતા હતા. વારેવારે શિક્ષકોને પતંગ ક્યારે ચગાવવા મળશે તેના વિશે પૂછપરછ કરતા હતા. આમ પણ આ તહેવાર બાળકોના આનંદમાં બમણો ઉમેરો કરે છે. ઉતરાયણના તહેવારોના આગલા દિવસે પોતાના માતાપિતા પાસે મનગમતા પતંગ અને દોરાની ખરીદી કરાવીને જ જંપે છે. ઉતરાયણના દિવસે પતંગ ચગાવ્યા હોવા છતાં શાળામાં આ ઉત્સવ ઉજવવાની ખુશી કંઈ ઓર પ્રકારની હોય છે.
શાળા પટાંગણમાં વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો સાથે મળીને “ પતંગોત્સવ “ ની મજા લુટી હતી. છોકરાઓ 'કાપ્યો છે કાપ્યો ' ચીસો પાડીને અવાજો કરીને મજા લેતા હતા છોકરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાળકોની ખુશીનો પાર સમાતો નહતો. બાળક ઉત્સવ પ્રિય હોય છે કોઈ તહેવાર નું નામ સાંભળતા જ એ તહેવાર ની કાગડોળે રાહ જુએ છે. આજના દિવસે ઉત્તરાયણ તહેવારની મન મુકીને ઉજવણી કરી હતી. તમામ શિક્ષકોએ બાળકો પતંગ ચગાવતા ઇજા ન પહોંચે તે માટે ખાસ કાળજી રાખી હતી. અને પતંગ ચગાવતા પહેલા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સુચના આપવામાં આવી હતી.
ભારત જ એક એવો દેશ છે જેમા તહેવારોને લોકો આનંદથી ઉજવે છે.બાળકો નો અતિપ્રિય તહેવાર ઉતરાયણની બાળકો એક મહિના પહેલા પતંગ ચગાવાનું ચાલુ કરી દે છે. ગુજરાત સરકાર દ્વારા પણ પતંગોત્સવ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને શાળા કક્ષા ઉજવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબે ચાલુ કરેલા ઘણાં પ્રકારના ઉત્સવોમાં ' પતંગોત્સવ ' પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
0 Comments