Khergam (shamla school) : પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત શામળા ફળિયા પ્રાથમિક શાળા દ્વારા પેપર બેગ મેકિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. 

               "સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી "અંતર્ગત લોકો પ્લાસ્ટિક બેગને બદલે પેપર બેગનો વધુમાં વધુ ઉપયોગ કરે, સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપે તથા બાળકો પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત થાય એ હેતુસર શાળામાં પેપરબેગ નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ શાળાના તમામ શિક્ષકો દ્વારા પર્યાવરણ નું મહત્વ સમજાવવામાં આવ્યું. બાળકોએ પણ પોતાની વયકક્ષા મુજબ પોતાના વિચારો રજૂ કર્યા.

        આ  કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા વૈશાલીબહેનએ બાળકોને પેપર બેગ કઈ રીતે બનાવી શકાય એ બાબતનો ડેમો આપ્યો હતો. ત્યારબાદ શાળાના તમામ બાળકો પોતાની આવડત મુજબ બનાવટમાં ઇનોવેશન લાવી પેપરબેગ બનાવી હતી.                            તારીખ: ૧૦/૦૨/૨૦૨૪ના દિને રિસેશ દરમ્યાન શાળાની નજીક આવેલ નાની - મોટી દુકાનોમાં બાળકો દ્વારા પ્લાસ્ટિકની હાનિકારક અસરો બાબતે દુકાનદારોને માહિતગાર કરી પ્લાસ્ટિકના વિકલ્પનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું. દુકાનદારો અને અન્ય હાજર ગ્રામજનોએ પણ શક્ય થાય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની કોશિશ કરીશું એવી ખાત્રી આપી હતી.

     સમગ્ર કાર્યક્રમનો મૂળ હેતુ એજ હતો કે બાળકો કે જેઓ ભવિષ્યના જવાબદાર નાગરિકો છે તેઓ પોતાની ફરજો સમજે અને સમાજમાં જાગૃતિ લાવવા પ્રેરાય.