Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.
તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધોરણ -૩ ની વિદ્યાર્થિની હીર દ્વારા ભેલ, ધોરણ - ૪ નાં વિદ્યાર્થી ધ્રુવ દ્વારા ચણાચાટ, ધોરણ-૫ નાં વિદ્યાર્થી જયમીન દ્વારા ખમણ, ધોરણ -૪ ની હેલી દ્વારા પૌંઆ, ધોરણ -૪ દ્વિતિ દ્વારા સેવપુરી, ધોરણ -૪ ની મહેક દ્વારા શરબત, ધોરણ - ૪ ની સિયા દ્વારા ઢોકળાં, ધોરણ -૩ ક્રિશ દ્વારા છાશ, ધોરણ -૭ સુહાની દ્વારા પાણીપુરી, ધોરણ -૬ ધ્વનિલ દ્વારા સમોસા, ધોરણ -૮ નીલ દ્વારા બટાટાભાજી, ધોરણ -૭ અંકેશ દ્વારા કટલેશ અને ધોરણ -૩ નાં રાજ દ્વારા ખીચું અને ભૂંગળા નાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓ નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને બંધુત્વનાં ગુણો વિકસિત કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે.
0 Comments