Advertisement

રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં પતંગોત્સવની ઉજવણી કરાઈ.

    

રાઘવા ફળિયા  પ્રાથમિક વાવ શાળામાં પતંગોત્સવની ઉજવણી કરાઈ.

તારીખ : ૧૬-૦૧-૨૦૨૩ના દિને રાઘવા ફળિયા પ્રાથમિક વાવ પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બપોર પછીના સેશનમાં યોજવામાં આવ્યો હતો.

 આ શાળામાં  બાલવાટિકા અને ધોરણ  ૧ થી ૫ના વિધાર્થીઓ  અભ્યાસ કરે છે. શાળાનાં તમામ બાળકો ઘરેથી ઘણાં બધાં પતંગો અને બલૂન લઈને શાળામાં આવ્યા હતા. સવારથી જ નાના બાળકોને ક્યારે પતંગ ચગાવવા મળશે તેની અધીરાઈથી રાહ જોતા હતા. વારેવારે શિક્ષકોને ક્યારે પતંગ ચગાવવા મળશે તેના વિશે પૂછપરછ કરતા હતા. આમ પણ આ તહેવાર બાળકોના આનંદમાં બમણો ઉમેરો કરે છે. ઉતરાયણના તહેવારોના આગલા દિવસે પોતાના માતાપિતા પાસે મનગમતા પતંગ અને દોરાની ખરીદી કરાવીને જ જંપે છે. ઉતરાયણના દિવસે પતંગ ચગાવ્યા હોવા છતાં શાળામાં આ ઉત્સવ ઉજવવાની ખુશી કંઈ ઓર પ્રકારની હોય છે. બાળકોએ પતંગ અને બલૂન દ્વારા ઉત્તરાયણની આનંદભેર ઉજવણી કરી હતી.



Post a Comment

0 Comments