Advertisement

ઓલપાડ તાલુકાની મંદરોઈ ગામની સખીમંડળની બહેનો દ્વારા નંદનવન ગૌશાળા અને ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત યોજાઈ.

 


  ઓલપાડ તાલુકાની મંદરોઈ ગામની સખીમંડળની બહેનો દ્વારા નંદનવન ગૌશાળા અને ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત યોજાઈ.

સુરત જીલ્લા આત્મ પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી એન.જી.ગામીત સાહેબના માર્ગદર્શન  મુજબ  ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના સખીમંડળના 60 જેટલા ઉત્સાહી બહેનો તા.9/3/2024ના રોજ દેશીગાય આધારીત પ્રાકૃતિક ખેતી અને દેશીગાય ગૌપાલન, પંચગવય પ્રોડક્ટ બનાવટ  પ્રશિક્ષણ તથા મોડેલ ફાર્મ વિઝીટ કાર્યક્રમમા ભાગ લીધો હતો. 

સખી મંડળના બહેનોને નંદનવન પરિવારના શ્રી ભરતભાઇ નાનુભાઈ પટેલ  દ્વારા  ગૌબર ગૌમૂત્ર છાસનુ મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયુ હતું. શ્રી  વિલાશભાઈ વસાવા તથા શ્રી હર્ષભાઈ ભરતભાઇ પટેલ અને શ્રી જીજ્ઞાસુભાઈ ભરતભાઈ પટેલ દ્વારા ધૂપબત્તી, એન્ટી રેડિયેશન ચીપ,ગોબરમાળા, ગોબરતોરણ, ગૌનસય, માલીશતેલ, ગૌઅર્કની પ્રેકટીકલ માર્ગદર્શન આપ્યુ, મહત્તમ ગૌ પંચગવય પ્રોડક્ટ  જાતે બનાવે તે શીખ્યા.                  ઓલપાડ તાલુકા બી.ટી.એમ શ્રી હિરેનભાઈ પટેલના લાઈઝનીગમા સુંદર  આયૉજનથી બપોરનુ ભોજન થયુ. બપોર પછીના તાલીમવર્ગમા  પ્રશ્નોતરી અને તાલીમ અનુભવ કથન  થયા. ત્યાર બાદ મહુવા સણવલ્લા વિસ્તાર ફાર્મર માસ્ટર ટ્રેનર  શ્રી જીજ્ઞાસુભાઈ ભરતભાઈ પટેલ દ્વારા ગૌશાળા મોડેલ ફાર્મ વિઝીટ, પ્રા. કૃષિ વેચાણ કેન્દ્ ની મૂલાકાત કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments